૧.૦ લોન સહાય કોને મળે?

૧.૧ લોન સહાય લેનાર વિદ્યાર્થીનું કુટુંબ બૃહદ્ અમદાવાદમાં ઓછામાં ઓછા એક વર્ષથી રહેતું હોવું જોઈએ અને બૃહદ અમદાવાદના શ્રી મહાવીર ચેરીટેબલ ટ્રસ્ટના સભ્ય સંઘનું મેમ્બર હોવું જોઈએ. તે માટે સંઘનું સર્ટીફીકેટ જરૂરી છે.
૧.૨ એક જ રસોડે જમતા કુટુંબના કમાતા સભ્યોની સયુંકત વાર્ષિક આવક રૂ.૧૧,૦૦,૦૦૦ થી ઓછી હોવી જોઈએ.
૧.૩ લોન સહાય લેનાર વિદ્યાર્થી સમગ્ર ભારતની કોઈપણ માન્ય યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાં ફુલટાઈમ ચાલતા વર્ગમાં અભ્યાસ કરતો હોવો જોઈએ.
૧.૪ લોન સહાય લેનાર વિદ્યાર્થીને કલમ ૧.૩ આધારિત કોઈ પણ અભ્યાસક્રમમાં ઍડમિશન મળ્યા ના પુરાવા સામે આપવામાં આવે છે.


૨.૦ લોન સહાય કેટલી અને કેવી રીતે મળે?

૨.૧ લોન સહાય માટે શ્રી મહાવીર ચેરીટેબલ ટ્રસ્ટે નિયત કરેલ ફોર્મ ભરવાનું હોય છે અને ફોર્મમાં માંગેલ પૂરેપૂરી વિગત ભરી ફોર્મ માં જણાવ્યા મુજબના પ્રમાણપત્રો સાથે ટ્રસ્ટને મોકલવાનું હોય છે. ફોર્મ આ વેબસાઈટ ઉપરથી ડાઉનલોડ કરી શકાશે.
૨.૨ લોન સહાય જે તે અભ્યાસક્રમના પૂરેપુરા અભ્યાસકાળ માટે દર વર્ષે નિયમિત અપાય છે. વિદ્યાર્થીએ પહેલા જાતે ફી ભરવાની હોય છે અને ફી ની પહોંચ સામે અરજી પત્રકમાં જણાવેલ સમયે અભ્યાસ માટેની ફીની રકમ આપવામાં આવે છે.વાર્ષિક ફી ની રકમ દર વર્ષે રૂ. ૨,૦૦,૦૦૦ સુધી પુરેપુરી તથા તેથી વધારે હોય તો વધારાની રકમ ના ૫૦ ટકા પ્રમાણે મહત્તમ રૂ. ૪,૦૦,૦૦૦ સુધી આપવામાં આવે છે.
૨.૩. વિદ્યાર્થીએ યુનિવર્સિટી દ્વારા લેવાતી સેમેસ્ટર / વાર્ષિક પરીક્ષા પાસ કરવી અત્યંત જરૂરી છે. આગળના સેમેસ્ટર /વર્ષની ફી પાછલા વર્ષની પાસ થયાની માર્કશીટ અને બીજા વર્ષની ફીની પહોંચ રજુ કરેથી આપવામાં આવે છે.
૨.૪. વિદ્યાર્થીના કુટુંબે સ્થાનકવાસી જૈન સમાજની કોઈ પણ એક વ્યક્તિ કે જે ઉપર જણાવ્યા મુજબના કોઈ પણ એક સંઘના મેમ્બર હોય તેમની પાસેથી અરજી પત્રકમાં સામેલ લખાણ મુજબનો ગેરન્ટી પત્ર આપવાનો રહે છે.

૩.૦ લોન સહાય કેવી રીતે પરત કરવી?

૩.૧ વિદ્યાર્થીનો અભ્યાસ પૂરો થયેથી વિદ્યાર્થીને સ્થિર થવા માટે ૬ માસનો સમય આપવામાં આવે છે. નોકરી મળેથી ૬ માસનો સમય થયેથી વિદ્યાર્થીએ ટ્રસ્ટ સાથે બેસીને નક્કી કર્યા મુજબના હપ્તાના ચેકો તેણે લીધેલ લોન સહાયની પૂરી રકમના એડવાન્સ આપવાના રહે છે.

શ્રી મહાવીર ચેરીટેબલ ટ્રસ્ટ
 
૬૦૪, ધી લિન્ક ,વિજય ચાર રસ્તા ,
નવરંગપુરા,
અમદાવાદ-૩૮૦૦૦૯
ફોન નંબર : ૯૫૧૨૫૦૬૪૧૯